યુનિવર્સિટીઓમાં ફાઇનલ વર્ષની પરીક્ષાને લઇ મોટો ચુકાદો : સુપ્રીમ કોર્ટ

કોરોના મહામારી વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે યુનિવર્સિટીઓમાં છેલ્લા વર્ષ (Final Year)ની પરીક્ષાઓ યોજવા માટે લીલી ઝંડી આપી દીધી છે. યુનિવર્સિટીમાં છેલ્લાં વર્ષની પરીક્ષાના આયોજન કરાવા પર મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે યુનિવર્સિટીની ફાઇનલ વર્ષની પરીક્ષા લેવામાં આવશે. અને 30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષા કરાવી લેવાના UGCના સર્કુલરને સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવ્યો છે. રાજ્ય સરકારો કોરોના મહામારીમાં પરીક્ષા નહીં કરાવાનો નિર્ણય ના લઇ શકે.

સુપ્રીમ કોર્ટે

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે રાજ્ય સરકારો UGCની મંજૂરી વગર વિદ્યાર્થીઓને પ્રમોટ કરી શકે નહીં. જે રાજ્યોને કોરોના મહામારીમાં પરીક્ષા કરવામાં મુશ્કેલી છે તેઓ UGCની પાસે પરીક્ષા ટાળવાની અરજી આપી શકે છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટીઓ અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી સ્નાતક અને સ્નાતકોત્તર પાઠ્યક્રમોના અંતિમ વર્ષ કે સેમેસ્ટરની પરીક્ષાઓને 30 સપ્ટેમ્બર સુધીમાં કરાવી લેવાના UGC દ્વારા 6 જુલાઇના રોજ રજૂ કરાયેલા નિર્દેશોને પડકારનારી અરજીઓ પર 18 ઑગસ્ટના રોજ સુનવણી પૂરી કરી ચુકાદાને અનામત રાખવામાં આવ્યો હતો અને તમામ પક્ષોને ત્રણ દિવસની અંદર લેખિતમાં પોતાની અંતિમ દલીલ દાખલ કરવાનું કહેવાયું હતું. સુપ્રીમ કોર્ટમાં છેલ્લા વર્ષની પરીક્ષાઓના કેસમાં સુનાવણી ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડી, અને ન્યાયમૂર્તિ એમ.આર.શાહની ખંડપીઠ કરી રહી હતી.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.